Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ઈલેક્ટ્રિક રિક્ષા માટેની કાર્ય યોજના પર વર્કશોપ અને પ્રદર્શન મહેસાણા ટાઉનહોલ ખાતે યોજાયું

જિલ્લા કલેકટરએ ઇલેક્ટ્રીક રીક્ષા હંકારી રીક્ષાચાલકોને પ્રોત્સાહન આપ્યું:ઇલેક્ટીક રીક્ષા આજના ધ્વની અને વાયુ પ્રદુષણ માટે તાતી જરૂરીયાત: જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ

મહેસાણા: મહેસાણા જિલ્લાએ દૂધ સાગર ડેરી ઓ એન જી સી ,રેલ્વે ઉદ્યોગના સહિત અન્ય ઔધૌગિક વિકાસને કારણે રાજ્યમાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઔધોગિક વિકાસની સાથે હવા પ્રદુષણ ઓછુ થાય તે માટે મહેસાણા
જિલ્લાએ કટિબદ્ધતા દર્શાવી છે. મહેસાણા જિલ્લામાં વાયુ પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે પ્રયત્નોથઈ રહ્યા છે. તે અંતર્ગત “ચાલો ભવિષ્યમાં ઈલેકિટ્રક રિક્ષા દ્વારા પ્રવેશીએ” નો અનોખો જનજાગૃતિ કાર્યક્રમ મહેસાણાના
ટાઉનહોલ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, મહેસાણા જીલ્લો હંમેશા ઔધોગિક સામાજિકઅને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અગ્રેસર રહ્યો છે. મહેસાણામાં આજે પ્રગતિશીલ નવી પહેલ તરફ જઈ રહ્યો છે. વાયુ પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણમાં ઘટાડો ઇલેક્ટ્રિક રિક્ષાનો ઉપયોગ કરો આજની તાતી જરૂરીયાત છે

. મહેસાણા શહેરની અંદર મુસાફરી કરવા માટે નાગરિકો ઓટો રીક્ષા સર્વિસની પસંદગી કરે છે. આમ રિક્ષા સર્વિસએ લોકોના રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. વધુમાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક રિક્ષા અપનાવી શહેરના વાયુ પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણમાં ઘટાડો થશે.

આ પહેલા પણ કેન્દ્ર સરકારની મદદ દ્વારા ડીઝલ રીક્ષાનું સીએનજી રીક્ષામાં પરિવર્તન આખા દેશમાં કરવામાં આવ્યું હતું અને તેનાથી આપણા દેશને શહેરને અને રીક્ષા ડ્રાઇવરોને પણ ઘણા ફાયદા થયા છે. તેજ રીતે સીએનજી રીક્ષાને ઇલેક્ટ્રિક કરવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ધણા બધા લાભ આપે છે.

મહેસાણા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન જણાવ્યું હતું કે, મહેસાણામાં ઇલેક્ટ્રિક રીક્ષાના ભવિષ્ય તરફ એકડગલું ભરીયે અને આ પરિવર્તનને એક સફળ પરિવર્તન બનાવીએ. આ નવતર પહેલમાં આપનો સંપૂર્ણ સહકાર આપીમહેસાણાને ગૌરવવંતુ સ્થાન ચોક્કસ અપાવશો તેવી આશા છે.
આ કાર્યક્રમમાં ફિલ્મ દર્શન કરી માર્ગદર્શન પૂરૂ પાડયું હતું. કાર્યક્રમમાં ઇલેક્ટ્રીક વાહન વિષે સંપૂર્ણ માહિત આપી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર ઈલેક્ટ્રિક રિક્ષાનું ટેસ્ટ ડ્રાઇવ કરી રીક્ષા ચાલકોને પ્રેરણા આપી હતી.
મહેસાણા જિલ્લાના કક્ષાના કાર્યક્રમ યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અઘિક્ષક ડૉ પાર્થરાજસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ  વર્ષાબેન પટેલ, એક્ઝક્યુટીવ ડાયરેકટર શાલિની સિંહા, સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:12 am IST)