Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

રાજપીપળા જિલ્લા જેલનાં કર્મચારીઓએ કલેકટરને આવેદન આપ્યા બાદ માસ સી.એલ.નું રણશિંગુ ફુક્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર ગુજરાતની જેલના કર્મચારીઓ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના કરી રહ્યા હોય જેમાં રાજપીપળા જિલ્લા જેલના કર્મચારીઓ પણ જોડાયા હતા અને જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત બાદ આજથી જ્યાં સુધી માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં સુધી માસ સી.એલ પર ઉતરી ગયા છે

જેલ કર્મીઓ એ સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે
ગુજરાત રાજ્યના જેલ ખાતાના કર્મચારી/અધિકારીઓને સને ૧૯૬૭ થી પોલીસ ખાતાના કર્મચારી/અધિકારી ઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર એટલે કે સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવતો હતો પરંતુ ૧૯૮૬ થી ચોથા પગારપંચ બાદ પોલીસ ખાતાના કર્મચારીઓ તરફથી સરકારમાં રજુઆતો થતા પોલીસ ખાતાના પોલીસ કોન્સ્ટેબલથી પોલીસ ઇન્સ્પેકટર સુધીના કેડરના પગાર ધોરણોમાં ગુજરાત સરકારના ગુહ વિભાગના ઠરાવ થી પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેકટર તથા તેની નીચેની કક્ષાના કર્મચારી/અધિકારીઓને દિલ્હી પોલીસના પગાર ધોરણ મુજબનો સુધારો કરી આપવામાં આવ્યો હતો પરંતુ જેલ ખાતાના કર્મચારીઓના પગારમાં તે મુજબનો સુધારો કર્યો ન હતો, આમ આ વિસંગતા ચોથા પાંચમાં તથા છઠ્ઠા પગારપંચમાં પણ ચાલુ રહેલ હતો સને ૧૯૮૭ થી છઠ્ઠા પગારપંચ સુધીની પોલીસ ખાતા તથા જેલ ખાતાના કર્મચારી/અધિકારીના પગારમાં વિસંગતતા રહેલ હતી.જે સરકાર તથા જેલોની વડી કચેરીના અથાગ પ્રયત્નોથી જેલ વિભાગના પગારની વિસંગતતાનો પેચીદા પ્રશ્નનું નિરાકરણ સંદર્ભ-૧ના પરિપત્ર મુજબ સને ૨૦૧૪ માં કરેલ હતું.હાલ ગુજરાત સરકાર દ્રારા સંદર્ભ-૨ મુજબ “ફિક્સ રકમ” જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ જાહેર કરેલ છે તથા સંદર્ભ-૩ મુજબ ફિક્સ-પે ના કર્મચારીઓના રજા પગારમાં રૂ.૧૫૦ ની જગ્યા પર રૂ.૬૬૫ કરવામાં આવેલ છે તથા ૪ વોશીંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવેલ છે જે પરિપત્રોમાં જેલ વિભાગના કર્મચારીઓનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી જેથી સને ૧૯૮૭ માં થયેલ પોલીસ વિભાગ અને જેલ વિભાગના પગારની વિસંગતતા તરફ લઇ જતો હોય એ સહિતના કેટલાક મુદ્દે જેલ કર્મચારીઓ એ નર્મદા કલેકટર ને આવેદન આપ્યા બાદ બુધવારથી રાજપીપળા જિલ્લા જેલનાં તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે

(10:57 pm IST)