Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સુંદરપુરા ગામે મહિલાને સાપ કરડતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામની સીમમાં ખેતરમાં કામ કરતા મહિલાને સાપ કરડી જતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સુંદરપુરા ગામની સીમમા ખેતરમાં કામ કરતા મીનાબેન દશરથભાઈ વસાવા (રહે.સુંદરપુરા ડેરી વાળુ ફળિયું )નાઓને ઘાસમાં સંતાયેલા સાપે અચાનક પગે ડંખ મારતા તેમને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં તેમના પતિ દશરથભાઈ છીતાભાઈ વસાવા એ રાજપીપળા પોલીસ ને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:58 pm IST)