Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

પોઇચા ગામે ખેતરમાં સંતાડેલા રૂ.૨૫.૩૦૦ નો અંગ્રેજી દારૂ ઝડપી પાડતી એલસીબી નર્મદા : આરોપી વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામના ખેતરમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લા એલસીબી ને મળેલી બાતમીના આધારે પોલીસે પોઇચા ત્રણ રસ્તા પાસે આવેલ નિલકંઠ હોટલની સામેના કપાસના વાવેતર વાળા ખેતરમાં મહેશભાઇ કાંતીભાઇ વસાવા રહે.પોઇચા તા.નાંદોદ જી.નર્મદાના ઓએ પોતાના ખેતરમાં ગે.કા. અંગ્રેજી દારૂના કવાટરીયા નંગ ૨૫૩ કિ.રૂ. ૨૫,૩૦૦ના બે પ્લાના મીણીયા થેલામાં વેચાણ કરવાના ઇરાદે રાખી ગુનો કરતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી મહેશ વસાવા ને વોન્ટેડ જાહેર કર્યો છે.

(11:03 pm IST)