Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

36 મી નેશનલ ગેમ્સ ના ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ ડ્રોન શો :અમદાવાદના આકાશમાં વિવિધ આકૃતિ

અમદાવાદ ; 36 મી નેશનલ ગેમ્સ ના ઉદ્ઘાટન ની પૂર્વ સંધ્યાએ ડ્રોન શો નું આયોજન થયું હતું. જેમાં વિવિધ આકૃતિઓ અમદાવાદના આકાશમાં ડ્રોનની મદદથી જોવા મળી રહી હતી. જેમાં મેક ઈન ઈન્ડિયા, આઝાદી કા અમૃત મહોત્સવથી લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન આકાશમાં જોવા મળી હતી.

વડાપ્રધાન મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરવા માટે પધારી રહ્યા છે ત્યારે રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગના દ્વારા મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 36મી નેશનલ ગેમ્સ ગુજરાત 2022 આકર્ષણનું કેન્દ્ર બને અને તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ હેઠળ ડ્રોન-શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

(12:24 am IST)