Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મામુ મારવાડી સિન્ડિકેટનો લાખો રૃપિયાના દારૃ સાથે ૪ને જાનના જોખમે ઝડપી લીધા

લાખો રૃપિયાનો દારૃ બનાસકાંઠામાં ઘુસાડવા આવેલ કુખ્યાત બુટલેગર સિન્ડિકેટ દ્વારા નાશી છુટવા જોરદાર ટક્કર મારતા બે એસ.આર.પી.મેન ઘાયલ : આશિષ ભાટિયા, નીરજા ગોટરૃના માર્ગદર્શન હેઠળ નિર્લિપ્ત રાય ટીમ દ્વારા ડીવાયએસપી કે.ટી.કામારિયાની :દોરવણી હેઠળ પીએસઆઇ ચંદ્રસિંહ પરમાર અને સહયોગીઓની કાબિલેદાદ કામગીરી

રાજકોટ તા.૨૯: સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજયભરમાં ગેરકાયદે દારૃ, ગેરકાયદે હથિયાર, જુગારધામો જેવી પ્રવૃતિઓ પર સજ્જડ બ્રેક મારવા માટે મુખ્ય પોલીસવડા આશિષ ભાટિયા, સિનિયર આઇપીએસ નીરજા ગોટરૃના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો જેના નામ માત્રથી ફફડે છે તેવા એસપી નિર્લિપ્ત રાય ટીમ દ્વારા જબરજસ્ત ચાલતા અભિયાન અંતર્ગત ડીવાયએસપી કે.ટી. કામરિયા સ્ટાફના અનેક સફળ રેડ કરી ચુકેલા પીએસઆઇ ચદ્રસિંહ પરમાર વિગેરે દ્વારા બનાસકાંઠાના થરાદ પંથકમાં કુખ્યાત મામુ મારવાડી સિન્ડિકેટ દ્વારા પોલિસથી બચવા પાયલોટીંગ સાથે નીકળેલ લાખો રૃપિયાના દારૃ સાથેની સ્કોર્પિયો અટકાવવા પ્રયત્ન કરવા બુટલેગરોની કાર દ્વારા ટકકર મારી નાસી છુટવાના પ્રયત્ન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નિષ્ફળ બનાવી ઝડપી પાડેલા

પીએસઆઇ ચંદ્રસિંહ પરમાર અને સહયોગથી બચવું મુશ્કેલ હોવાનું ખૂબ સારી રીતે સમજતી મામુ મારવાડી સિન્ડિકેટ દ્વારા પાયલોટીંગ કાર અને દારૃ ભરેલ કાર દ્વારા નાશી છુટતા મરણિયા પ્રયાસો કરવાના ભાગરૃપે બન્ને ગાડીઓ દ્વારા પોલિસ કારને જોરદાર ટકકર મારતા બે એસ.આર.પી મેન ઘાયલ થયેલ પરંતુ જરા પણ હિંમત હાર્યા વગર એસપી નિર્લિપ્ત રાય જેવા નીડર અધિકારીની ટીમ દ્વારા જાનના જોખમે લાખો રૃપિયાના દારૃ સાથે ૪ શખ્સોને ઝડપી બીજા વોન્ટેડ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

કુલ ૪ આરોપી ઝડપાયા છે. જે આરોપીઓને ઝડપવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે તેમના નામ સ્ટેટ મોનીટરીંગ સેલ સૂત્રો નીચે મુજબ જણાવે છે.

ઝડપાયેલ આરોપીઓઃ ગીરીશ અમરત સોની (રહે. સૌવપુરા, થરાદ), અશ્વિન ઉર્ફ અભો જેસંગ રાજપુત (રહે. પીલુડા, તા.થરદ) લાખા ખેમા રબારી(રહે. પીલુડા) અને વર્ધા સવા રાજપુત (રહે. પીલુડા) કરસન રાજપુત (રહે. ચોથારનેસડા, તા.વાવ), મામુ ઉર્ફ દિનેશ સેધા રબારી ઉર્ફ મામુ મારવાડી(રહે. મલુપુર, તા.થરાદ), વશરામ રબારી(મલપુર), હિતેશ બાપજી (રહે. થરાદ), ભલજી જેવાજી રાજપુત (રહે. ગોકુલગામ), થરાદ, ઇન્દુભા દરબાર (રહે.ભાભર), સંજુભા દરબાર (રહે. ભાભર), જૂજારસિંહ રાજપુત (રહે. શીલુ ગામ, સરવાણા, રાજસ્થાન), શ્રીરામ વિશ્નોઇ, કલ્યાણસિંહ (રહે. ડભાલ, તા. સાચોર) અને રમેશ (રહે.રાધનપુર)

(3:37 pm IST)