Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગુજરાતના શિક્ષણ વિશે નિવેદન કરતા કેજરીવાલ પર યજ્ઞેશ દવેનો ટ્‍વિટ દ્વારા પ્રહારઃ દિલ્‍હીની સ્‍કુલો મામલે આરટીઆઇમાં પર્દાફાશ

કેજરીવાલે 2015થી 2022 સુધી એકપણ શાળાની મુલાકાત લીધી નથી તથા શિક્ષણની ગ્રાન્‍ટ પણ ફાળવી નથી

અમદાવાદઃ આપના નેતા કેજરીવાલે ગુજરાતમાં શિક્ષણ સુધારણા માટે નિવેદનો કર્યા છે જેને લઇને ભાજપના પ્રદેશ મીડિયા કન્‍વીનર પ્રજ્ઞેશ દવેએ ટ્‍વિટના માધ્‍યમથી એવો ખુલાસો કર્યો છે કે કેજરીવાલ કે શિક્ષણ ખાતાના પ્રધાને દિલ્‍હીની એકપણ શાળાની મુલાકાત લીધી નથી કે શાળાઓને પુરતી ગ્રાન્‍ટ પણ ફાળવી નથી.

વિધાનસભાની ચૂંટણીમાં હવે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં હવે લોકોને આકર્ષિત કરી રહ્યા છે, ત્યારે ભાજપના નેતા દ્વારા RTIમાં એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ભાજપને હવે આમ આદમી પાર્ટી ટક્કર આપી રહ્યું છે, ત્યારે નેતાઓ વચ્ચે નિવેદનબાજીની રાજનીતિ હવે શરૂ થઈ ચૂકી છે. શિક્ષણની મોટી મોટી વાતો કરતા કેજરીવાલનો પર્દાફાશ થયો છે.

RTI પર્દાફાસ

2015 થી2022સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી કોઈપણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈપણ શિક્ષક સાથે સંવાદ પણ નથી કર્યા અને તેના ધારાસભ્યોએ કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ નથી ફાળવી અને ગુજરાત આવીને હળહળતું જુઠ્ઠું ...

દિલ્લીમાં સ્કૂલોની વાતો કરતા કેજરીવાલનો RTIમાં એક ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, 2015થી 2022 સુધી કેજરીવાલે એક પણ શાળાની વિઝીટ કરી નથી. એક પણ વિદ્યાર્થી કે શિક્ષક સાથે કોઈ વાતચીત પણ કરી નથી. એટલું જ નહીં, AAPના કોઈ ધારાસભ્યએ શાળા માટે કોઈ ગ્રાન્ટ પણ ફાળવી નથી. ત્યારે હવે સવાલ ઉભો થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેવી રીતે મોટી જાહેરાતો કરી રહ્યું છે?

ગુજરાત આવીને જુઠ્ઠુ બોલતા કેજરીવાલ પર ભાજપના નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનરે ટ્વીટ કરી કેજરીવાલ પર વાર કર્યો છે. યજ્ઞેશ દવેએ ટ્વીટના માધ્યમથી કેજરીવાલને ઘેર્યા છે.

(5:18 pm IST)