Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વડાપ્રધાન મોદીએ નેશનલ ગેમ્સના સમારોહમાં પહોંચ્યા : રંગારંગ કાર્યક્રમ સાથે ભવ્ય આયોજન

સ્ટેડિયમમાં કાર સાથે પહોંચેલા પીએમ મોદીએ ઉપસ્થિત સહુ લોકોનું અભિવાદન જીલ્યુ

અમદાવાદ :  વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 36મી નેશનલ ગેમ્સના ઉદ્દઘાટન પ્રસંગે પહોંચ્યા છે. રંગારંગ કાર્યક્રમ સાથે  પીએમ મોદીએ 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે. અહીં ભવ્ય રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

  આ રમતોત્સવના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી છે. અહીં ગરબા સહિત વિવિધ નૃત્યનું આયોજન કરવામાં આવ્યુ છે. શંકર મહાદેવન, કીર્તિદાન સહિતના ગાયક કલાકારો પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા છે અને તેમના સૂરો રેલાવી રહ્યા છે

   વડાપ્રધાન મોદીએ નેશનલ ગેમ્સના મેસ્કોટ સાવજ સાથેની કારમાં સમગ્ર સ્ટેડિયમમાં ખુલ્લી કારમાં રાઉન્ડ લગાવ્યો હતો અને ઉપસ્થિત સહુ ખેલાડીઓ, મહેમાનો દરેકનુ અભિવાદન જીલ્યુ હતુ. . રાજ્યના 6 શહેરોમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં નેશનલ ગેમ્સનો આજથી પ્રારંભ થશે જે 12 દિવસ સુધી ચાલશે. આ રમતોત્સવમાં દેશની 37 ટીમોના 7000 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ રમતોત્સવ 12 ઓક્ટોબર સુધી ચાલશે જો કે તેનો પૂર્ણાહુતિ સમારોહ 10 ઓક્ટોબરે યોજાશે.

(7:45 pm IST)