Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

દેડીયાપાડા ફરતા દવાખાનાનાં ડોકટરે ભેંસની અટકેલી ડિલિવરી સફળતા પૂર્વક કરી બચ્ચાંને બહાર કાઢ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા અને ગંગાપુર ગામ મા ફરતા દવાખાનમાં એક ઇમર્જન્સી કેસ આવ્યો હતો જેમાં ફરતા દવાખાનાની એમ્બ્યુલન્સ ત્યાં તાત્કાલિક સારવાર માટે પહોંચી ગઈ હતી ત્યાં જઈને  ડોક્ટરે જોતા ભેંસનાં બચ્ચાને જન્મ અપાવમાં તકલીફ થતી અને બચ્ચાં માતા નાં પેટમાં બે આટી આવી ગયેલી હતી જેમાં ફરતા દવાખાનાની ટીમ ત્યાં પોહચેલા gvk emri સંસ્થાનાં ડોક્ટર ચંદ્રશેખર, ડોક્ટર પ્રતીક ચોધરી અને પાઇલોટ જીતુભાઈ અને દિનેશ ભાઈએ મળીને ઘણી મેહનત બાદ ભેંસની ડિલિવરી કરાવી બચ્ચાંને બહાર લીધું હતું આમ ભેંસના એક બચ્ચાંનો જીવ બચાવામાં આવ્યો હતો એ બદલ ખેડૂતે GVK EMRI સંસ્થા એમના ડોક્ટરો અને પાયલોટો નો આભાર વ્યક્ત કર્યો હતો.

(10:46 pm IST)