Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નર્મદા : પિરામલ ફાઉન્ડેશન દ્વારા નાંદોદ, ગરૂડેશ્વર અને ડેડીયાપાડા તાલુકામા પોષણ માસ ની ઉજવણી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પિરામલ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના નાંદોદ ગરુડેશ્વર અને ડેડીયાપાડા તાલુકામાં આવેલ સુંદરપુરા, વડીયા, નિઘટ ગરુડેશ્વર,  ભૂછાડ, ટંકારી, આંગણવાડી તથા કેવડીયાકોલોની શાળા, વાવયાલા, નવાગામ ડેડી શાળામાં પોષણ માસ વિશે ઉજવણી અંતર્ગત જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આંગણવાડીમાં બહેનોને એકત્રિત કરીને પોષણ વિશે સમજ પૂરી પાડવામાં આવી હતી. તથા શાળાઓમાં બાળકોની વચ્ચે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, પ્રશ્નોત્તરી સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જાગૃતિના કાર્યક્રમમાં મહિલાઓને તથા બાળકોને પોષણ વિશે સમજ પૂરી પાડવામાં આવી જેમાં પોષણ કઈ રીતે મળે છે ક્યાંથી મળે છે વગેરે બાબતો વિશે ચર્ચા કરવામાં આવી. સપ્ટેમ્બર મહિનો પોષણ માસ તરીકે ઓળખાતા પિરામલ ફાઉન્ડેશન દ્વારા આ શરૂઆત કરી છે.

(10:49 pm IST)