Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

૪૦૦ રેલી યોજાઇ : રાષ્‍ટ્રીય નેતાઓથી એરપોર્ટ ધમધમ્‍યુઃ ૬૫૦ જેટલી ચાર્ટર ફલાઇટો આવી

ગુજરાતમાં ચૂંટણી દરમ્‍યાન ચાર્ટર ફલાઇટોમાં વધારો

અમદાવાદ,તા. ૨૯ : ગુજરાતની ચૂંટણી દરમ્‍યાન ચૂંટણી જાહેર થયા પછીથી અત્‍યાર સુધીમાં લગભગ ૪૦૦ જેટલી રેલીઓનું આયોજન થયું હતું. જેમાં ભાગ લેનારાઓ દ્વારા ચાર્ટર ફલાઇટો દ્વારા અવરજવર સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્‍ટરનેશનલ એરપોર્ટના જનરલ ઓછામાં ઓછી ૬૫૦ ચાર્ટર ફલાઇટો ઉડી હોવાનું નોંધાયું છે. સ્‍ટાર પ્રચારકોની રેલીઓ અને જાહેરસભાઓ ઢગલાબંધ હોવાથી અત્‍યારના સમયમાં આ સૌથી પસંદગીનું સાધન બની ગયું છે.

એરપોર્ટના સુત્રો અનુસાર, આ મહિને ચાર્ટર ફલાઇટોની સંખ્‍યામાં સપ્‍ટેમ્‍બર મહિનાની સરખામણીમાં ૬૦ ટકા જેવો વધારો થયો છે. સપ્‍ટેમ્‍બરમાં રોજની સરેરાશ ૧૬ ફલાઇટોની અવરજવર રહી હતી. અત્‍યારે કોર્પોરેટ ઉપરાંત ચૂંટણી પ્રચારકોના કારણે રાજયમાં ચાર્ટર ફલાઇટોની ગતિવિધી વધી ગઇ છે.

વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપના પ્રમુખ નડ્ડા, દિલ્‍હીના સીએમ કેજરીવાલ, રાજસ્‍થાનના સીએમ અશોક ગેહલોત અને યુપીના સીએમ યોગી આદિત્‍યનાથ જેવા મોટા રાજકીય નેતાઓ ચૂંટણી જાહેર થયા પછી ગુજરાતની મુલાકાત લઇ ચૂકયા છે. ગુજરાતભરમાં હવાઇ મથકો પ્રાઇવેટ વિમાન અને હેલીકોપ્‍ટરોની વ્‍યવસ્‍થા અને વીઆઇપીઓના ભોજન માટે વ્‍યસ્‍ત રહ્યા છે. અન્‍ય એક સુત્રએ કહ્યું કે ૧૧ નવેમ્‍બરથી અત્‍યાર સુધીમાં ૨૭૦ નોનશેડયુલ ફલાઇટ અહીંયા નોંધાઇ છે. જેમાં ૧૮૦ ચોપરો પણ સામેલ છે.ચૂંટણી પ્રચાર માટે સ્‍ટાર પ્રચારકોની અવરજવરના કારણે આ ફલાઇટો વધી ગઇ છે. ભાવનગર એરપોર્ટ જ્‍યાં સામાન્‍ય રીતે આખા દિવસમાં એક ફલાઇટ આવતી હોય છે. ત્‍યાં આ શનિવારે ૧૯ ફલાઇટોનું લેન્‍ડીંગ થયું હતું. એ દિવસ કેન્‍દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને કોંગ્રેસના સાંસદ શકિતસિંહ ગોહીલ સહિતના અન્‍ય લોકો જીલ્લામાં પ્રચાર માટે આવ્‍યા હતા.

મોટાભાગના રાજકીય મોટા માથાઓ પ્રાઇવેટ ચાર્ટર અને ભાડાના હેલીકોપ્‍ટરો દ્વારા ફરતા હોય છે. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર શેડયુલ્‍ડ કોમર્શીયલ ૬૭૦૦ ફલાઇટો ઉપરાંત વધારાની આ ૬૫૦ થી ૭૦૦ ચાર્ટર ફલાઇટો નોંધાઇ છે.

(10:27 am IST)