Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

નવા રાજકીય સમીકરણો : ગોંડલથી ગાંધીનગર સુધી ધ્રુજારો

દલિત સમાજના સંમેલનમાં અનિરૂધ્ધસિંહ દ્વારા કોંગ્રેસને મત આપવા કરેલ અપીલના વાયરલ વિડિયોએ તંત્રને રાત ઉજાગરા કરવા મજબૂર કર્યા : રાજકોટ જિલ્લા પોલીસ વડા આજ રાતથી જ ગોંડલમાં કેમ્પ કરશે, એલસીબી, એસ. ઓ. જી. ગોંડલ મત વિસ્તાર ખંૂદી તમામ પરિસ્થિતિથી પોતાને વાકેફ કરશે : રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ સાથે અકિલાની વાતચીત : આઇબી વડા અનુપમ સિહ ગેહલોત દ્વારા રાજ્યભરના ગોંડલ પરિસ્થિતિથી વાકેફ યુનિટને તાકીદે મત વિસ્તારમાં પ્રસરાવી પળે પળની ઓલ્સ વેલ્સ મેળવાઈ રહી છે : ગાંધીનગર થી લો એન્ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર દ્વારા ગોંડલ મત વિસ્તારમાં અર્ધ લશ્કરી દળો બોલાવવા રાજકોટ રૂરલ એસપીને તાકીદના આદેશ

 રાજકોટ તા. ૨૯ : ધારાસભાની ચૂંટણી અંતર્ગત આજ સાંજથી પ્રચાર પડઘમ બંધ થનાર છે તેવા સમયે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા ખુલ્લી ચીમકી આપી ગોંડલની બેઠક પોતાના મરજી મુજબના જ ઉમેદવારને ભવિષ્યમાં પાર્ટી પોતાના પર વિશ્વાસને કારણે આપશે તેવા નિવેદન પગલે અનિરૂધ્ધ સિહ દ્વારા દલિત સંમેલનમાં જયરાજસિંહના ઉકત નિવેદનનો ઉલ્લેખકરી એક ચક્રી શાસનનો અંત લાવવા અને કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપતા નિવેદનનો વિડિયો વાયરલ થતાં ગોંડલથી ગાંધીનગર સુધી રાજકીય ગરમાવો આવ્યા બાદ રાજ્યના લો એન્ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર દ્વારા રાજકોટ રૂરલ  એસપીને તાકીદે લોખંડી બંદોબસ્ત ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં રાખવા તાકીદે આદેશ આપ્યા છે.    

 દરમિયાન ગોંડલ જેમની હકૂમતમા આવે છે તેવા ઊતર સૌરાષ્ટ્રના અર્થાત્ રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં કાલ સાંજથી જ રાજકોટ ગ્રામ્ય પોલીસ વડાને ગોંડલ કેમ્પ રાખવા અને ગોંડલ મત વિસ્તાર નીચે આવતા તમામ ગામોમાં એલસીબી, એસ. ઓ.જી સાથે સ્થાનિક પોલીસનું સતત પેટ્રોલિંગ રાખી પોતાને દર કલાકે તમામ બાબતે ઓલ વેલ્સ ના મેસેજ આપવા પણ આદેશ આપ્યાનું બહાર આવેલ છે.  બીજી તરફ ગોંડલના ભૂતકાળની પરિસ્થિતિ અને વર્તમાન પરિસ્થિતિ અંગે આઇબી વડા અનુપમ સિહ ગેહલોત દ્વારા સતત અભ્યાસ બાદ પ્રવર્તમાન વિડિયો સંદર્ભે આઇબી યુનિટને ગોંડલ મત વિસ્તારમાં દોડતા કરી આગમના એંધાણ મેળવવા માટે આદેશ આપવા સાથે દિવસમાં બે વખત અને તાકીદની પરિસ્થિતિમાં પોતાને અડધી રાતે ઉઠાડી પરિસ્થિતિથી વાકેફ કરવા આદેશ કરવા સાથે રાજ્ય ભરના અન્ય યુનિટમાં ફરજ બજાવતા અનુભવી સ્ટાફની પણ મદદ લેવા સાથે કેટલાક જાણકારોની પણ મદદ લીધાનું સૂત્રો જણાવે છે.                                     

           દરમિયાન રાજકોટ રેન્જ વડા, લો એન્ડ ઓર્ડર વડા અને આઇબી દ્વારા અદભૂત સંકલન સાધી અન્ય કેટલીક ખાનગી વિગતો આધારે જયાંથી ખતરાની આલબેલ રણકી રહી છે તે વિસ્તારમાં અર્ધ લશ્કરી દળોની સંખ્યા બેવડાવવા પણ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે.                                                  સતત અહેવાલ અને પરિસ્થિતિથી વાકેફ ગાંધીનગરના ટોચના રાજકીય વર્તુળો પણ ચિંતિત બન્યા છે ,અને બન્ને પક્ષે સમાધાન કરાવવા માટે લાંબા સમયથી સમાજના આગેવાનો દ્વારા ચાલતા પ્રયત્નોમાં પાર્ટી સાથે જોડાયેલ કેટલાક આગેવાનોને પણ કામગીરી સુપ્રત થયાની ચર્ચાઓ ચાલે છે.                                                 રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ કે જેઓ આવી ઘણી પડકારજનક કામગીરી કુનેહથી કરવામાં માહિર છે તેઓ દ્વારા પણ ગોંડલ મત વિસ્તારની સરપ્રાઈઝ વિઝીટ લેવામાં આવનાર હોવાનું જાહેર થતાં જ પોલીસ કોઈ ચૂંક નથાય તે માટે એલર્ટ છે   ચૂંટણી પંચ પણ ગોંડલ મુદ્દે એકિટવ બન્યું છે.

(12:01 pm IST)