Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

‘પુષ્‍પા ઇમ્‍પોસિબલ'ની અભિનેત્રી ગરિમા પરિહાર જીવન અને કાર્ય વચ્‍ચે સંતુલન કઇ રીતે જાળવે છે?

(કેતન ખત્રી) અમદાવાદઃ સિરિયલ પુષ્‍પા ઇમ્‍પોસિબલ અને પાત્ર વિશેના વિચારના પ્રતિક્રિયા જણાવતા કહે છે કે પુષ્‍પા ઇમ્‍પોસિબલે સર્વ જાતિના પુરુષોને તેમની સામેના અવરોધો વચ્‍ચે પણ આશાસ્‍પદ રીતે જીવવા અને હયાતિ ટકાવી રાખવા માટે લોકોને પ્રોત્‍સાહન આપ્‍યુ છે. આ શો પુષ્‍પા થકી બે સુમાર સાહસ અને કટિબદ્ધતા દર્શાવે છે, જેનો પતિ ભાગી ગયા પછી સંતાનને ટેકટો આપવા દરમિયન અનેક સંઘર્ષોનો સામનો કરે છે. તે માઠી સ્‍થિતિ વચ્‍ચે પણ હાર માનતી નથી અને અમારા દર્શકોને પણ તે જ ઊર્જા આપે છે.

સિરિયલના નિર્માણકારોએ દીપ્‍તિનું પાત્ર ભજવવા માટે મારો સંપર્ક કર્યો ત્‍યારે હું ભારે રોમાંચિત હતી. લાંબા સમયથી હું નકારાત્‍મક ભૂમિકાઓમાં સંકળાયેલી હતી અને હાલની દીપ્‍તિ જેવી હકારાત્‍મક ભૂમિકા મળે એવું ચાહતી હતી. દીપ્‍તિનુ પાત્ર ઉજળું, પરિપક્‍વ છે અને જીવન વિશે સ્‍પષ્‍ટતા ધરાવે છે. ઓન-સ્‍ક્રીન જોડી અદ્‌ભુત છે. પરંતુ ઓફ કેમેરા નવીન (અશ્વીન) સાથે તારી કેમિસ્‍ટ્રીની વાત કરતા જણાવે છે કે નવીન બહુ જ મદદરૂપ થનારી વ્‍યકિત છે અને મનથી જેન્‍ટલમેન છે. અમને એકબીજાનો સંગાથ બહુ ગમે છે અને અમારી વચ્‍ચે આ સમજદારી સેટ પર જોડાણને બહુ વાસ્‍તવવાદી બનાવી છે.

(3:58 pm IST)