Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

બરોડા બીએનપી પરિબા મ્‍યુચ્‍યુઅલ ફંડ દ્વારા એનએફઓ- બરોડા બીએનપી પરિબા મલ્‍ટી એસેટ ફંડ

અમદાવાદઃ બરોડા બીએનપી પરિબા મ્‍યુચ્‍યુઅલ ફંડએ રજૂ કરે છે, બરોડા બીએનપી પરિબા મલ્‍ટી એસેટ ફંડ, એક ઓપન- એન્‍ડેડ યોજના જે ઇક્‍વિટી, ડેટ અને ગોલ્‍ડ ઇટીએફ સ્‍કીમમાં રોકાણ કરશે. આ ફંડ શ્રી જિતેન્‍દ્ર શ્રીરામ (૨૫ વર્ષથી વધુનો અનુભવ) દ્વારા અને શ્રી વિક્રમ પમનાની (૧૨ વર્ષથી વધુનો અનુભવ) મેનેજ કરવામા આવશે અને તે નિફ્‌ટી ૫૦૦ ટીઆરઆઇપ્‍લસના ૬૫ ટકા, નિફ્‌ટી કમ્‍પોસાઈટ ડેટ ઇન્‍ડેક્‍સના ૨૦ ટકા અને સોનાની રૂપિયાની કિંમતના ૧૫ની તુલના સામે બેન્‍ચમાર્ક કરવામાં આવશે.

આ એનએફઓ ગઈકાલે ખુલ્‍યો છે અને ૧૨ ડિસેમ્‍બર, ૨૦૨૨ના રોજ બંધ થશે. ઇકિવટીમાં ૬૫થી ૮૦ ટકાની વચ્‍ચે ફાળવણીની રેન્‍જ, ફિકસ્‍ડ આવક અને સોનાની ઇટીએફમાં ૧૦-૨૫ ટકા જેટલી ફાળવણી તથા દરેકની સાથે આરઇઆઇટી અને આઇએવીઆઇટીના યુનિટમાં ૧૦ ટકા સુધીના રોકાણ દ્વારા આ યોજનાના રોકાણનો હેતુ લાંબાગાળાની મૂડીની વળદ્ધિ હોવાનું યાદીમાં જણાવાયું છે.(

(3:59 pm IST)