Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગાંધીનગર જિલ્લામાં ગઠિયાઓ થયા સક્રિય:કારનો કાચ તોડી કિંમતી માલ સામાનની ચોરી કરી રફુચક્કર.....

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં હાલ લગ્નસિઝન પુરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે ગઠિયાઓ પણ સક્રિય થઇ ગયા છે. સમારંભ બહાર પાર્ક થયેલી કારના કાચ તોડીને કિંમતી માલ સામાન ચોરી રહ્યા છે. ધણપ ખાતે સમુહલગ્નમાં આવેલા અંકલેશ્વરના પરિવારની કારનો કાચ તોડીે ત્રણ લાખની મત્તા ચોરાઇ હતી જે રીતે સેક્ટર-૧૭માં પણ કડીથી આવેલા પરિવારની બે કારમાંથી ૧.૭૩ લાખની મત્તા ચોરી ગઠિયાઓ પલાયન થઇ ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવીના આધારે તપાસ આદરી છે.

ગાંધીનગરમાં આમ તો ચોરીની ઘટનાની નવાઇ નથી પરંતુ લગ્ન સિઝન દરમ્યાન પાર્ટીપ્લોટ કે લગ્નમંડપો બહાર પાર્ક થયેલી કારના કાચ તોડીને તેમાંથી કિંમતી માલ સામાન ચોરી જતી ટોળકી ઉતરી પડે છે એટલુ જ નહીં, લગ્ન સમારંભમાં ટાબરિયા મોકલીને દાગીના ભરેલી બેગ પણ ઉઠાવી જવાની ઘટનાઓ બનતી રહી છે ત્યારે અંકલેશ્વરમાં આવેલી સરદારપાર્ક સોસા.માં રહેતા પિયુષ હસમુખલાલ મહેતા ગાંધીનગરના ધણપ ખાતે ચૈતન્યધામમાં સમાજના સમુહલગ્નમાં આવ્યા હતા તે દરમ્યાન તેમની કારનો કાચ તોડીને દાગીના અને રોકડ મળીને ત્રણ લાખ રૃપિયાની મત્તા ગઠિયાઓ ચોરીને પલાયન થઇ ગયા હતા જે સંદર્ભે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

(5:29 pm IST)