Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

અમદાવાદ:પૂર્વ વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલ તકરારમાં બે યુવક પર ચપ્પુથી હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં તિક્ષ્ણ હથિયારથી હુમલાના બનાવો વધી રહ્યા છે, બાપુનગરમાં ગેસ્ટ હાઉસમાં રોકાવવા માટે  પૂછપરછ કરવા ગયેલો યુવક એક શખ્સ સાથે સીડીમાં અથડાયોે હતો, જેને લઇને ચાર શખ્સોએ ભેગા મળી  મધુવન ગેસ્ટ હાઉસમાં બે યુવકને આડેધડ ચાકુના ઘા માર્યા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  આ કેસની વિગત એવી  છે કે   ગોમતીપુર પોલીસ સ્ટેશન બાજુમાં ગજાનંદની ચાલીમાં રહેતા વિજયભાઇ દિનકરભાઇ કંથારિયા (ઉ.વ.૨૯)એ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોેંધાવી છે કે ફરિયાદીના ફોઇના દિકરાએ કહ્યું કે તે અને તનો મિત્ર બાપુનગર ખાતે શ્યામ શિખર કોમ્પલેક્ષમાં આવેલા મધુવન ગેસ્ટ હાઉસમાં બહાર ગામથી આવેલા મિત્રને રોકાવાનું હોવાથી પૂછપરછ કરવા માટે ગયા હતા. આ સમયે સીડીમાં ઉતરતા એક શક્સ સાથે અથડાતાં તેણે માફી માગી હોવા છતાં યુવકનો કોલર પકડીને  માર માર્યો હોવાની વાત કરી હતી. જેને લઇને ફરિયાદી તેના ત્રણ મિત્રો સાથે ગઇકાલે રાતે ૧૦.૪૫ વાગે  ત્યાં ગયા હતા આ સમયે તકરાર કરનારો શખ્સ  ગેસ્ટ હાઉસમાં રિસેપ્શન ઉપર બેઠેલો હતો. જઇને તેને પૂછ્યું કેે કેમ ખોટી રીતે તકરાર કરી હતી.તેમ કહેતાની સાથે તે ઉશ્કેરાઇ ગયો હતો  અને ગાળો બોલીને મારા મારી કરવા લાગ્યો હતો એટલું જ નહી તેણે બીજા ત્રણ  મિત્રોને બોલાવ્યા હતા આ ચાર શખ્સો પૈકી બે શખ્સો ચાકુ લઇને આવ્યા હતા અને ફરિયાદી તથા તેના મિત્રને ચાકુના  આડેધડ ઘા મારીને  જીવલેણ હુમલો  કર્યો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:31 pm IST)