Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

વડોદરા:સગર્ભાએ નકાબ પહેરવાની ના કહેતા સસરાએ ઢોરમાર મારતા ગુનો દાખલ

વડોદરા: વડોદરા થી  લઘુમતી કોમની એક મહિલા એ ૧૮૧મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી જણાવેલ કે ,નકાબ પહેરવાની બાબતને લઈને પરિવારમાં બોલાચાલી થતા સાસરા અને પતિએ માનસિક શારીરિક હેરાનગતિ કરેલ છે .જેમાં મદદ માગતા અભયમ રેસક્યુ ટીમ સ્થળ પર પહોચી અસરકારક કાઉન્સિલિંંગ દ્વારા પરિવારિક ઝઘડામાં સમાધાન કરાવવામાં આવ્યું હતું.

વડોદરાની એક લઘુમતી કોમની પરિણીતાને પરિવાર સાથે સબંધી ના ઘરે દાવત માટે જવાનું હતું.જેથી ,પતિ અને સસરાએ પરિણીતાને  નકાબ પહેરવાનું જણાવ્યું હતું .પરતું, સગર્ભાએ જણાવ્યં્ હતું કે, હું સગર્ભા છુ.મને  નકાબ પહેરવા થી ખૂબ ગભરામણ થાય છે. તેથી પહેરતી નથી. પરતું પતિ અને સાસરા એ જબરજસ્તી કરી નકાબ પહેરવાનો આગ્રહ કર્યો હતો.પરંતુ,પરિણીતાએ ઇનકાર કરતા તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. તેમનાં પતિ ઝઘડો કરવા લાગ્યા હતા.અને તેમાં અપશબ્દો બોલીને પત્નીનું અપમાન કર્યું હતું.તેટલા માં તેમના સાસુ સસરા આવતા ઝઘડો વધ્યો અને તેમના સસરાએ ગુસ્સામાં પરિણીતાના પગમાં સાવરણી થી માર માર્યો હતો.જેથી,પરિણીતાએ  મદદ માટે ૧૮૧મહિલા હેલ્પ લાઈન મા કોલ કરી મદદ માંગી હતી.

(5:32 pm IST)