Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રાત્રીના સુમારે બાઈક ડિવાઈડર સાથે અથડાતા એક મિત્રનું મૃત્યુ:અન્ય ઈજાગ્રસ્ત

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુંડા સર્કલ પાસે ગઈ મોડી રાત્રે બે વાગ્યાના સુમારે એક મોટર સાયકલ પર સવાર બે યુવકો ઝડપથી આવી રહેલી કારથી બચવા બાજુમાં લેવા જતા ડિવાઈડરમાં ભટકાતા એક યુવકનું સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

 સુભાનપુરા વિસ્તારમાં રહેતા દિવ્યેશ પ્રજાપતિ અને નિખિલ પાલેકર ગઈ રાત્રે 2:00 વાગ્યાના સુમારે તેમના મિત્રો સાથે કારેલીબાગ વુડા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કાર પૂર ઝડપે પસાર થતી હતી તેનાથી બચવા માટે તેઓએ પોતાની મોટરસાયકલ સાઈડમાં લેવા જતા ડિવાઈડરમાં ભટકાઈ પડ્યા હતા.આ બનાવવામાં મોટરસાયકલ ચલાવનાર સુભાનપુરાના દિવ્યેશ પ્રજાપતિ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે નિખિલ પાલેકરને વધુ સારવાર માટે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા.  આ બનાવની જાણ થતા પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ અકસ્માત અંગેની માહિતી મેળવી હતી.

ગઈ મધ્ય રાત્રે બનેલા અકસ્માતની ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા સામાજિક કાર્ય કરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આવેલ વીઆઈપી રોડ વુડા સર્કલ પાસે અવારનવાર અકસ્માત સર્જાય છે પરંતુ જવાબદાર કોણ.? આ વીઆઈપી રોડ પર સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે સાથે સર્કલની વચ્ચોવચ મેન સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે.

થોડા સમય પહેલા એક 12 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું સાથે આ વીઆઈપી રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય છે તંત્રને સાથે વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓને મેયર,મ્યું,કમિશનર,ટ્રાફિક પો.કમિશનરને લેખિતમાં મૌખિકમાં તેમજ આવેદન સ્વરૂપે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી વીઆઇપી રોડ પર નજીકમાં રાત્રિ બજાર આવેલું છે સાથે અનેક લોકો ફુલ સ્પીડે ગાડી ચલાવતા હોય છે ભારી વ્હીકલ પણ પુર ઝડપે હંકારતા હોય છે નાના નાના બાળકો,મહિલાઓ સાથે સિનિયર સિટીજનોને અકસ્માતનો ભય રહે છે અનેકવાર રજૂઆતો કરી કે આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જેથી વાહનોની ઝડપ ઓછી થાય પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

(5:33 pm IST)