Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના વિસ્તારોમાં પ્રચાર પડઘમ શાંત

મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના વિસ્તારોમાં પ્રચાર પડઘમ શાંત થયા છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં  1 ડિસેમ્બર, 2022ના રોજ મતદાન યોજાશે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે.

  લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે

(11:16 pm IST)