Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન અંગે જાણો અતથી ઇતિ સુધીની વિગતો

મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે :મતદાર માટે ઉપયોગી એપ અને ચૂંટણી પંચની વેબસાઈટ સહિતની રસપ્રદ માહિતી

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે, ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો, પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો ઉપર યોજાનાર છે ત્યાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે મતદાન અંગેની રસપ્રદ માહિતી જાણો

 

·        મતદાનની તારીખ:                                          01-12-2022

·        મતદાનનો સમયઃ                             સવારે 08.00 થી સાંજે 05.00

·        કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ                   19(કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)

·        કેટલી બેઠક માટે મતદાનઃ                              89

·        કુલ ઉમેદવારોઃ                                788

718 પુરૂષ ઉમેદવાર

70 મહિલા ઉમેદવાર

 

·        રાજકિય પક્ષોઃ                                         39 રાજકીય પક્ષો

·        કુલ મતદારો:                                                   2,39,76,670

1,24,33,362 પુરૂષ મતદારો

1,1,5,42,811 મહિલા મતદારો અને

497 ત્રીજી જાતિના મતદારો

 

·        18થી 19 વર્ષની વયના મતદારો:                   5,74,560

·        99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ       4,945

·        સેવા મતદારોઃ                                 કુલ 9,606

9,371 પુરૂષ

235 મહિલા

 

 

 

·        NRI મતદારોઃ                                  કુલ 163

125 પુરૂષ

38 મહિલાઓ

 

·        મતદાન મથક સ્થળો:                         14,382

3,311 શહેરી વિસ્તારોમાં અને

11,071 ગ્રામ્ય વિસ્તારોમાં

 

·        મતદાન મથકો:                                25,430

9,014 શહેરી વિસ્તારોમાં અને

16,416 ગ્રામ્ય મતદાન મથકો

 

·        વિશિષ્ટ મતદાન મથકોઃ                       89 મોડલ મતદાન મથકો

89  દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો

89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો

611 સખી મતદાન મથકો

18 યુવા સંચાલિત મતદાન મથકો

 

·        EVM-VVPAT:                                  34,324 BU,

34,324 CU અને

38,749 VVPAT

 

·        મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

 

·        મતદાન સ્ટાફની વિગતઃ                                 કુલ 1,06,963 કર્મચારી/અધિકારી

27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને

78,985 પોલીંગ સ્ટાફ

 

 

·        વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણઃ                           તમામ 19 જિલ્લાઓમાં

·        તા. 1 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.

 

 

·        મતદારો માટે ઉપયોગી વેબસાઈટ્સ

1.      National Voters Service Portal (NVSP) - www.nvsp.in

·        મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે

·        e-EPIC ડાઉનલોડ કરવા માટે

·        તમારા મતવિસ્તારની વિગતો જાણવા માટે

·        તમારા વિસ્તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે

 

2.      મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટceo.gujarat.gov.in

·        ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે

·        મતદાન મથકોની યાદી અને મતદાર યાદી સંબંધિત માહિતી મેળવવા માટે

 

·        મતદારો માટે ઉપયોગી મોબાઈલ ઍપ

1.     Voters Helpline App:

·        પોતાનું મતદાન મથક શોધવા માટે

·        ઉમેદવારની માહિતી મેળવવા માટે

·        તબક્કાવાર ચૂંટણી પરિણામો જાણવા માટે

·        EVM વિશેની વિગતો મેળવવા માટે

 

2.     Know Your Candidate:

·        ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે

 

3.     c-VIGIL App: આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવા

4.     PwD App:

·        દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા

·        વ્હિલચેરની સુવિધા મેળવવા માટે

·        પોતાના મતદાન મથકનું સ્થળ જાણવા.

(8:19 pm IST)