Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જો તમે 8 ડિસેમ્બરે જીતશો તો હું તમને માનગઢ ચોક પર મારા ખભા ઉપર બેસાડીશ: અલ્પેશ કથિરીયાનો ભાજપના ઉમેદવારને ખુલ્લો પડકાર

 વરાછાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરીયાએ સભામાંથી કુમાર કાનાણીને ખુલ્લી ચેલેન્જ આપી

સુરતમાં અલ્પેશ કથિરીયાએ વરાછાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને જાહેરમંચ પરથી ખુલ્લો પડકાર ફેંકયો છે. વરાછાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરીયાએ સભામાંથી કુમાર કાનાણીને ખુલ્લી ચેલેન્જ આપી હતી, અલ્પેશ કથીરિયાએ કહ્યું, ભત્રીજો હોવાથી તમને હું ખાત્રી આપું છું. પહેલી તારીખે તમારો જન્મ દિવસ છે. જેથી વરાછાની જનતા કાકાને મત આપે તેવી હું અપીલ કરું છું. જો તમે 8 ડિસેમ્બરે જીતશો તો હું તમને માનગઢ ચોક પર મારા ખભા ઉપર બેસાડીશ.

(8:29 pm IST)