Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ડભોઈ બેઠક પર કોંગ્રેસને ફરી મોટો ફટકો : પૂર્વ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ચેતન પટેલ સહિત 500 કાર્યકરોએ કેસરિયા કર્યા

 વડજ ગામના આગેવાન ચંદ્રસિંહ ઠાકોર, શિરોલાના પૂર્વ સરપંચ કનુભાઈ ઠાકોર સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા

વડોદરાની ડભોઈ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને ફરી મોટો ફટકો પડ્યો છે, પૂર્વ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ચેતન પટેલ સહિત 500 કાર્યકરોએ કેસરિયા કર્યા હતા,. વડજ ગામના આગેવાન ચંદ્રસિંહ ઠાકોર, શિરોલાના પૂર્વ સરપંચ કનુભાઈ ઠાકોર સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા હતા,. ડભોઈના ભાજપ ઉમેદવાર શૈલેષ મહેતાએ કેસરિયો ખેસ પહેરાવી તમામને પક્ષમાં આવકાર્યા હતા .

(8:38 pm IST)