Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

નિકોલના ભાજપ ઉમેદવાર જગદીશ વિશ્વકર્માનો અનોખો પ્રચાર : કારખાનામાં કારીગરો સાથે બેસીને હીરા ઘસ્યા

 તૈયાર થયેલા હીરા મેજ પર રાખીને ભાજપ લખી અનોખો પ્રચાર પણ કર્યો હતો.

અમદાવાદના નિકોલમાં ભાજપ ઉમેદવાર અને પ્રધાન જગદીશ વિશ્વકર્મા પ્રચાર દરમિયાન અનોખા રંગમાં જોવા મળ્યાં. જગદીશ વિશ્વકર્માએ નિકોલના ડાયમંડ માર્કેટમાં પ્રચાર દરમિયાન એક કારખાનામાં કારીગરો સાથે બેસીને હીરા ઘસ્યા. હીરા કારીગરો સાથે જગદીશ વિશ્વકર્માએ સંવાદ પણ કર્યો, જે બાદ તૈયાર થયેલા હીરા મેજ પર રાખીને ભાજપ લખી અનોખો પ્રચાર પણ કર્યો હતો.

(8:38 pm IST)