Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ડેડીયાપાડા વિસ્તારમાં રાયોટીંગના ગુનાના શખ્સને પાસામાં ધકેલતી એલ.સી.બી.,નર્મદા.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા એ વિધાનસભા ચુંટણી યોજાનાર હોય જે માટે જીલ્લામાં શરીર સબંધી ગુનાઓ આચરતા અસામાજીક તત્વો ઉપર અસરકારક અટકાયતી પગલાં લેવાની સુચના અને માર્ગદશન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારના જરગામ ગામે રહેતા દેવેન્દ્રભાઇ જેઠાભાઇ વસાવા વિરૂધ્ધ રાયોટીંગના ગુનો નોંધાયેલ હતો જેમાંપો.ઇન્સ. એલ.સી.બી.નાઓએ આ અસામાજીક તત્વની પ્રવૃતિ ઉપર અંકુશમાં રાખવા સારૂ એલ.સી.બી. કચેરી ખાતેથી પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ્ની નર્મદાનાઓ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાનાઓએ દેવેન્દ્રભાઇ જેઠાભાઇ વસાવા ની પ્રવૃતિને ધ્યાને લઇ પાસા અટકાયત કરી ભાવનગર જેલ ખાતે રાખવા હુકમ કરતાં દેવેન્દ્રભાઇ જેઠાભાઇ વસાવાને એલ.સી.બી. સ્ટાફ મારફતે પાસા ધારા હેઠળ ઉમરપાડા જી.સુરત ખાતેથી ડીટેઇન કરી ભાવનગર જેલ ખાતે સુપ્રત કરવા જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે મોકલી આપવા આપવામાં આવ્યો છે.

(11:17 pm IST)