Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

રાજપીપળા રંગ અવધૂત મંદિર પાસેથી વિસ્ફોટક પદાર્થ સાથે એસોજી એ પકડેલા બે આરોપીઓને કોર્ટે બે વર્ષની સજા ફટકારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ઍસ. ઓ.જી.શાખા એ વિસ્ફોટક પદાર્થ સાથે પકડેલા પાચ શકસો પૈકી બે શખ્સો ને આજરોજ કોર્ટે બે વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે જ્યારે અન્ય ત્રણ ને નિર્દોષ છોડી મુકાયા છે
સરકારી વકીલ વંદનાબેન ભટ્ટ દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 11.12.15 નાં વર્ષમાં નર્મદા એસ. ઓ.જી.શાખા ની ટીમે બાતમીના આધારે રાજપીપળા નાં રંગ અવધૂત મંદિર પાસે નાકાબંધી કરી વિસ્ફોટક પદાર્થ સાથે દારાસિંગ પરસોત્તમભાઈ વસાવા, રહે. તોરના અને પ્રફુલ કાશિભાઈ વસાવા રહે.કુંવરપુરા ને વિસ્ફોટક પદાર્થ સાથે ઝડપી પાડયા બાદ ગુનો દાખલ કર્યો હતો ત્યારે આ કેશ આજરોજ રાજપીપળા કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વંદનાબેન ભટ્ટ દ્વારા પુરાવા સાથે ધારદાર દલીલો બાદ કોર્ટે આ બંને શખ્સો ને એક્સપ્લોઝિવ એક્ટ મુજબ ગુનેગાર ઠેરવી બંને ને બે વર્ષની સખદ કેદની સજા તથા ત્રણ હજાર રૂપિયાનો દંડ નો હુકમ કર્યો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય ત્રણ શખ્સો ને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

(10:14 pm IST)