Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

તિલકવાડા નમસ્કાર સોસાયટી ની મહિલા પોતાના ચાર વર્ષના દીકરા સાથે ગુમ થતા પોલીસે તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા ગામથી એક મહિલા પુત્ર સાથે ક્યાંક ચાલી જતાં પરિવારે પોલીસની મદદ માંગી છે
મળતી માહિતી મુજબ તિલકવાડા ગામની નમસ્કાર સોસાયટી માં રહેતા સ્નેહલબેન નિલેશભાઇ બારીયા નાઓ કોઇને કંઇ પણ કહ્યા વગર ઘરેથી ક્યાંક જતા રહયા છે અને સાથે પોતાના દીકરા ભવ્યકુમાર ઉ.વ.૦૪ નાને લઇને ગયા હોવાથી પરિવારે તિલકવાડા પોલીસને જાણ કરતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

(10:19 pm IST)