Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

દેડીયાપાડાનાં વડીવાવ ગામે પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તલુકના વડીવાવ ગામમાં મહિલા એ પતિના ત્રાસથી દવા પી આપઘાત નો પ્રયાસ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

  મળતી માહિતી મુજબ લીલાબેન સંજયભાઇ અમૃતભાઇ વસાવા (ઉ.વ.૨૪)( રહે,વડીવાવ નિશાળ ફળિયુ )નાઓને તેના પતિ નશો કરી આવી પત્ની ઉપર ખોટો વહેમ કરી ઝગડો કરી બે થપ્પડ મારી ગાળા-ગાળી કરેલ હોય જે બાબત  લીલાબેનને મનમા લાગી આવતા ઘરના બીજા ગાળામા રાખેલ કપાસમા છાંટવાની ઝેરી દવા પોતાની જાતે પી જતા તત્કાળ તેમને દેડીયાપાડા સરકારી દવાખાના ખાતે સારવાર હેઠળ લઇ જવાયા હતા.

(11:18 pm IST)