Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કેવડીયા કોલોની માધ્યમિક સ્કૂલ માથી રૂપિયા ૫૯,૩૦૦ નાં મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ગામમાં આવેલી સ્કૂલમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ સામાનની ચોરી લઇ જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે
  મળતી માહિતી અનુસાર કનુબેન કુશભાઈ ચૌધરીએ આપેલી ફરિયાદ મુજબ કેવડીયાની રામચોક માધ્યમીક હાઈસ્કુલના જુના બંધ મકાનના પાછળના ભાગે લોખડની જાળી તોડી સરકારી હાઈસ્કુલના મકાનમા મુકેલ સીલીંગ ફેન નંગ ૧૨૧ કીમત રૂ ૧૨૧૦૦ તથા પ્રયોગશાળાના સાધનોની બજાર કીમત રૂ ૪૦૦૦ તથા લેબમા અલગ અલગ રૂમમા મુકેલ પરચુરણ સામાન કીમત રૂ ૩૭૦૦ તથા કમ્પ્યુટર લેબમા મુકેલ ૭ કોમ્યુટરો ની બજાર કીમત રૂ ૨૮૦૦૦ તેમજ એક સેમસંગ કંપનીની LCDT.V જેની બજાર કીમત રૂ ૫૦૦૦ તેમજ હાઇસ્કુલના બીલ્ડીંગમાથી દરેક રૂમોમાં મુકેલ અન્ય પરચુરણ સામાનની બજાર કીમત રૂ ૩૦૦૦ તથા બીલ્ડીંગના મકાનમા આવેલ નળ તથા લોખંડની જાળીઓ ની બજાર કીમત રૂ ૩૫૦૦ ની મળી કુલ રૂ. ૫૯૩૦૦ ની કોઈ ચોર ચોરી કરી લઈ જતા કેવડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:21 pm IST)