Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

શું આપને મતદાર સ્લીપ નથી મળી ?:હવે નિરાશ થવાની નથી જરૂર : ચૂંટણી પંચે રસ્તો કર્યો સરળ: તમામ વિગત જાણો આંગળીના ટેરવે

લિઁક પરથી તમારું બુથ, ક્રમાંક, અને ક્યાં મતદાન કરવા જવાનું છે એની સ્લીપ ઓનલાઈન જોઇ શકાય છે: કરો ક્લિક : અન્યને પણ પહોંચાડીએ

👉  https://electoralsearch.in/  

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આગામી પહેલી ડિસેમ્બરે થનાર છે તેવામાં ઘણા મતદારોને વોટર સ્લીપ નહિ મળી હોય એવા મતદારોએ હવે નિરાશ થવાની જરૂર નથી ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે એક એપ લોન્ચ કરી છે જેનો ઉપયોગ કરવાથી તમામ માહિતી ઉપલબ્ધ બની શકે છે

 શું આપને  વોટર સ્લીપ નથી મળી ? તો નીચે આપેલી લિંક પર તમારો ચૂંટણી કાર્ડ(એપિક) નંબર નાખો કે આપનું નામ અને થોડી વિગતો ભરો એટલે તમારું બુથ, ક્રમાંક, અને ક્યાં મતદાન કરવા જવાનું છે એની સ્લીપ ઓનલાઈન જોઇ શકાય છે.

 

(11:10 pm IST)