Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ચૂંટણી પહેલા ATS ટીમને મોટી સફળતા :વડોદરા નજીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ

સિંધરોટ ગામ નજીક ધમધમતી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાતા મોટો પોલીસ કાફલો અને સુરક્ષા એજન્સીઓ પહોંચી : ખુલ્લામાં શેડમાં MD ડ્રગ્સ બનાવવાની પ્રવૃતિ થતી હોવાની ચર્ચા : નદીની સીમમાં તપાસ

 અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ડ્રગ્સ મામલે ATS ને મોટી સફળતા મળી છે , ATS એ વડોદરા નજીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી છે,આ કામગીરી બાદ સ્થાનિક પોલીસ સામે સવાલો ઊભા થયા છે.

 મળતી વિગત મુજબ વડોદરા ગ્રામ્ય પંથકમાં ગુજરાત ATSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ દરમિયાન સિંધરોટ ગામ નજીક ધમધમતી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઇ હતી. . મોટો પોલીસ કાફલો અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ફેક્ટરીમાં વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે

  વધુમાં મળતી વિગત મુજ ખુલ્લામાં શેડમાં MD ડ્રગ્સ બનાવવાની પ્રવૃતિ ચાલી રહી હોવાની માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે, હાલ સિંઘરોટમાં નદીની સીમમાં ATS ડ્રગ્સ અંગે તપાસ કરવામાં આવી રહી છે. વેર હાઉસ માંથી મોટી સંખ્યામાં ડ્રગ્સ હોવાની આશંકા લાગી રહી છે. ગુજરાત ATSની ટીમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી છે. .

(11:22 pm IST)