Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ચાર દિવસીય VCCI એક્સ્પોએ તેના જ અનેક વિક્રમો તોડીને નવા વિક્રમોની સ્થાપ્યોઃ 4 દિવસીય એક્સ્પોમાં 4 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી

એરફોર્સ, ગેઇલ, ONGC જેવી જાહેર ક્ષેત્રની સંસ્થાઓ પણ એક્સ્પોમાં જોડાઇઃ એક્સ્પોમાં ભાગ લેનારી 80 ટકા કંપનીઓ નવો બિઝનેસ મળ્યો

વડોદરા:  વડોદરા શહેરમાં યોજાયેલા ચાર દિવસીય VCCI એક્સ્પોએ તેના જ અનેક વિક્રમો તોડીને નવા વિક્રમોની સ્થાપના કરી છે.

છ વર્ષ પછી યોજાયેલા 11માં એક્સ્પોમાં 1 દિવસની અંદર 4 લાખથી પણ વધારે લોકોએ મુલાકાત લીધી હતી. આ સાથે એક્સ્પોમાં ૫ હજારથી પણ વધારે ઉમેદવારોને રોજગારીની તકો આપવામાં આવી હતી.

જે વિષે માહિતી આપતા VCCI ના અધ્યક્ષ એમ.જી.પટેલ અને એક્સ્પોના અધ્યક્ષ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, એક્સ્પોમાં દર વખતની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં વ્યાપાર, ઉદ્યોગ અને સેવા એકમોએ ભાગ લીધો હતો. એક્સ્પોમાં ભાગ લેનારી 80 ટકા કંપનીઓ નવો બિઝનેસ મળ્યો હતો. આ વર્ષે એક્સ્પોમાં વેન્ડર ડેવલોપમેન્ટ પેવેલિયનમાં 5000 થી વધુ નાના તથા મધ્યમ એકમોની જાહેર ક્ષેત્રની અન્ય મોટી કંપનીઓની નોંધણી થઈ હતી. એરફોર્સ, ગેઇલ, ONGC જેવી જાહેર ક્ષેત્રની સંસ્થાઓ પણ એક્સ્પોમાં જોડાઇ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક્સ્પોના ભાગરૂપે પારુલ યુનિવર્સિટીની મધ્યસ્થી થી રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. જેની હેઠળ 4 દિવસમાં 5 હજારથી વધુ ઉમેદવારોનું લાયકાત અનુસારની રોજગારી સાથે સંકલન કરવામાં આવ્યું હતું. અમારી ધારણા હતી કે, ચાર દિવસના એક્સ્પોમાં 2 લાખ જેટલા લોકો મુલાકાતે આવશે પણ અમારી ધારણાથી પણ બે ઘણા એટલે કે, 4 દિવસમાં 4 લાખથી પણ વધુ લોકોએ એસ્ક્પોની મુલાકાત લીધી હતી.

(10:54 pm IST)