Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ખેડૂતો માટેની સબસીડી યોજનાના સરકારના પરિપત્રમાંથી વડોદરાનું નામ જ ગાયબ

વિધાનસભા દંડકની કૃષિ મંત્રીને રજૂઆત બાદ વડોદરાનો સમાવેશ કરાયો

વડોદરા: જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોને રૂ.પાંચ કરોડનું આર્થિક નુકસાન થયુ છે. જેમાં સબસીડી યોજના માટે સરકારે જાહેર કરેલા પરિપત્રમાં વડોદરાની જ બાદબાકી કરવામાં આવી છે. તેમાં ખેડૂતોને સાથે રાખી વિધાનસભા દંડકની કૃષિ મંત્રીને રજૂઆત બાદ વડોદરાનો સમાવેશ કરાયો હતો. તથા વડોદરા શહેર-જિલ્લાના નામનો ઉમેરો કરાવીને કૃષિ મંત્રીએ કાર્યવાહી શરૂ કરી છે.

(11:55 pm IST)