Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

નવસારી પોલીસે બોરીયાચ ટોલનાકેથી દારૂ સાથે કારચાલક પકડાયો

નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયનું બુટલેગરો સામે કડક વલણ બુટલેગરોની કમર તોડે છે:કુલ 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : નવસારી જિલ્લા પોલીસ વડા દારૂનું વેચાણ કરનાર સામે લાલ આંખ કરી છે દારૂ ના દૂષણ સામે જિલ્લા પોલીસ વડાનું કડક વલણ છે નવસારી એલસીબીએ બોરીયાચ ટોલનાકાથી દારૂની હેરફેર અટકાવવા એલસીબી વોચમાં હતી ત્યારે દમણથી એક કારમાં વિદેશી દારૂ ભરી સુરત તરફ લઈ જતા કારચાલકને રૂ. 35 હજારના વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો હતો.નવસારી જિલ્લામાં પ્રોહીબીશન પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયે સૂચના આપી હતી. એલસીબી પીઆઈ વી. એસ. પલાસ સ્ટાફ સાથે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીને આધારે બોરીયાચ ટોલનાકા ને.હા.નં.48 મુંબઈથી અમદાવાદ જતા રોડ પર વેગનઆર કાર (નં. MH-02-Y-3355)માં ડીક્કીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 336 બાટલી કિંમત રૂ.34800 મળી આવી હતી.
પોલીસે કારચાલક શભ્રંસિંગ નૈનસિંગ રાઠોડ (હાલ રહે. સરવાડાગામ તા.વાપી જિ-વલસાડ, મૂળ રહે. રાજસ્થાન)ની અટક કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ વિદેશી દારૂ તેમણે દમણના અલગ અલગ બારમાંથી ખરીદ કરી છૂટક વેચાણ માટે રાજસ્થાન લઇ જતા હતા. પોલીસે કુલ 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

(11:04 am IST)