Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પેપર લીક થયા બાદ અટવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા હવે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં યોજાય તેવી શક્યતા

રાજ્યભરની શાળાઓમા પરીક્ષા યોજવા અંગે ગૌ સેવા પસંદગી મંડળે સરવે પણ શરૂ કર્યો

ગાંધીનગર :પેપર લીક થવાના કારણે રદ કરાયેલ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે મોટા અપડેટ આવ્યા છે. આગામી નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પરીક્ષા યોજાઈ શકે છે તેવી માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવી છે.

મંડળ દ્વારા પરીક્ષા યોજવા અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજ્યભરની શાળાઓમા પરીક્ષા યોજવા અંગે ગૌ સેવા પસંદગી મંડળે સરવે પણ શરૂ કર્યો છે. કોરોનાકાળ વચ્ચે મોટા પાયા પર પરીક્ષા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજવા અંગે તૈયારીઓ કરાઈ રહી છે.

(3:40 pm IST)