Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મોડાસાના સર્વોદયનગર વિસ્તારમાં બહેનના માનસિક ત્રાસથી ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

મોડાસા: શહેરના સર્વોદયનગર વિસ્તારમાં રહેતા એક શખ્સે  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા ફોર્મ ભરી શરૂઆત કરી હતી. પરંતુ આ ભાઈને તેમની જ સગીબેન દ્વારા ખોટી ખોટી અરજીઓ કરી માનસિક ત્રાસ અપાતાં આખરે કંટાળી આ શખ્શે ઝેરી દવા ગટગટાવી અપઘાતનો પ્રયાસ કરાતાં જ પંથકમાં ચકચારી હતી. જોકે આ શખ્શને તાબડતોડ સારવાર અર્થે ખસેડાતાં હાલ તબીયત સ્થિત હોવાનું તબીબે જણાવતાં પરીવારમાં રાહત પ્રસરી છે. 

ઘર વિહોણાઓને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે.પરંતુ મોડાસા નગરમાં શરૂઆતથી જ વિવાદમાં રહેલી આ યોજનાને લઈ મોટાપાયે ગેરરીતીઓ થઇ  હોવાની ચર્ચા ચગદોળે ચડી છે. આ યોજનામાં કાર્યરત એક કર્મીને તો વિભાગ દ્વારા પાણીચુ પણ આપી દેવાયું છે. ત્યારે આ યોજના હેઠળ મકાન બનાવતા નગરના સર્વોદયનગર વિસ્તારના એક શખ્શ વિરૂધ્ધ ખોટી ખોટી અરજીઓ તેમની બહેન દ્વારા જ કરાતી હોવાના આક્ષેપે ચકચાર મચાવી છે. અને આ મકાન બનાવવાના કામમાં માનસિક દબાણકરાતું હોય આ શખ્શે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો.જોકે હાલ આ ઝેરી દવા ગટગટાવનાર શખ્શને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.  

(6:07 pm IST)