Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સુરતના લીંબાયત વિસ્તારમાં ગુગલ પર પાર્ટ ટાઈમ જોબ ખરીદવામાં શખ્સને 79 હજાર ગુમાવવાની નોબત આવી

સુરત: શહેરના લીંબાયત વિસ્તારમાં રહેતા મિકેનિકલ એન્જીનીયરને ગુગલ પર પાર્ટ ટાઈમ જોબ શોધવાનું રૂ.79802માં પડયું હતું. આર્થિક સ્થિતી સારી ન હોય એન્જીનીયરે પાર્ટ ટાઈમ જોબ માટે સર્ચ કર્યા બાદ વ્હોટ્સએપ પર અજાણ્યાએ મેસેજ કરી બાદમાં લીંક મોકલી શરૂઆતમાં નાની વસ્તુની ઓનલાઇન ખરીદી કરાવી તે રકમથી વધુ રકમ પરત કરી લલચાવ્યા બાદ મોંઘી વસ્તુની ખરીદી કરાવી રકમ પરત મેળવવા રૂ.26 હજાર માંગ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત રામમંદિરની બાજુમાં શ્રીજીનગર 2 કમલાબા ગાર્ડન સોસાયટી પ્લોટ નં.18 માં રહેતો 23 વર્ષીય મિકેનિકલ એન્જીનીયર વિનાયક જીતેશચંદ્ર વડોલીવાલા સચીન ગભેણી ખાતે કંપનીમાં નોકરી કરે છે. આર્થિક સ્થિતી સારી ન હોય વિનાયકે પાર્ટ ટાઈમ જોબ માટે ગત 1 જૂનના રોજ ગુગલ પર સર્ચ કર્યું હતું. ત્યાર બાદ 26 જૂનના રોજ તેને એક મોબાઈલ નંબરથી વ્હોટ્સએપ મેસેજ મળ્યો હતો કે - અરજન્ટ હાયરીંગ ( રેગ્યુલર જોબ ) યુ ઓન્લી નીડ અ મોબાઈલ ફોન ટુ ગેટ 2000-12000 રૂ. અ ડે એનીટાઇમ. ફોર મોર ડિટેઇલ કોન્ટેક. આથી વિનાયકે તે વ્યક્તિ સાથે વાત કરતા તેણે વ્હોટ્સએપ પર એક લીંક મોકલી હતી. તેમાં વિનાયકનું નામ, મોબાઈલ નંબર હતા. તેમાં આગળ વધતા તેના નામે એક એકાઉન્ટ બન્યું હતું.

(6:13 pm IST)