Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વડોદરાના મકરપુરા વિસ્તારમા આવેલ અયોધ્યા ટાઉનશીપમાં પીવાના પાણીની સમસ્યાથી મહિલાઓને કોર્પોરેશનની કચેરીએ જવાની નોબત આવી

વડોદરા:શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી અયોધ્યા ટાઉનશિપમાં પીવાના પાણીનો કકળાટ સર્જાતા સ્થાનિક મહિલાઓનો મોરચો કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યો હતો

શહેરના મકરપુરા એરપોર્ટ નજીકના વિસ્તારમાં આવેલ અયોધ્યા ટાઉનશીપના રહીશો છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાને લઇ  ત્રાહીમામ પોકારી ઉઠયા છે વારંવાર પાલિકા સત્તાધીશોને રજૂઆત કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે છેલ્લા સપ્તાહથી પાણીની સમસ્યા વિકટ બની હોય રોષે ભરાયેલી ગૃહિણીઓ પાલિકા સંકુલમાં પહોંચી હતી જ્યાં પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર જતન બધેકાને પાણીની સમસ્યા નિવારવા ઉગ્ર રજૂઆત કરી હતી. તદુપરાંત સત્વરે પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

(6:15 pm IST)