Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વડોદરામાં ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકીએ ફેકટરીના માલિકના નામે ઈ-સિમકાર્ડની રિકવેસ્ટ બાદ બેન્કના ખાતામાંથી 46 લાખ ટ્રાન્સફર કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા: શહેરમાંઓનલાઇન ઠગાઇ કરતી ટોળકી દ્વારા વડોદરાના એક ફેક્ટરી માલિકના નામે ઈ-સીમકાર્ડની રિક્વેસ્ટ કર્યા બાદ તેમના બેંક એકાઉન્ટમાંથી 46 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.માંજલપુરમાં રહેતા અને મકરપુરા જીઆઈડીસીમાં ક્રાઉન ફેરો એલોયઝ નામની ફેક્ટરી ધરાવતા સંજય પટેલે પોલીસને જણાવ્યું છે કે, તા 24 જુલાઈએ મારા પર જીઓ ઈ-સિમની રિક્વેસ્ટ કરવામાં આવી હોવાનો મેસેજ આવ્યો હતો. હું કોઈ જવાબ આપું તે પહેલા ફોન કટ થઈ ગયો હતો.મેં આવી કોઈ રિક્વેસ્ટ આપી નહીં હોવાથી શંકા ગઈ હતી. જેથી કસ્ટમર કેરમાં ફોન કરીને જાણ કરતાં એમણે મારા તરફથી ઈ-સિમની રિક્વેસ્ટ કરી હોવાની જાણ કરી હતી. મેં આવી કોઈ રિક્વેસ્ટ કરી રહી હોવાનું જણાવતા કસ્ટમર કેર માંથી મને નજીકના જિઓ સ્ટોર માં જઈ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.સંજયભાઈ એ કહ્યું છે કે, આ બાબતે મેં મારા મિત્ર ને જાણ કરી હતી. પરંતુ જિઓના સ્ટોર બંધ થયો હોવાથી અને બીજા દિવસે રવિવાર હોવાથી કાર્યવાહી થઈ શકી નહોતી. સોમવારે તા 26 મી જુલાઈ એ નવા સિમકાર્ડ માટે એપ્લાય કરતાં સાંજે સીમ એક્ટિવેટ થયું હતું. આ દરમિયાન મારી કંપનીનું બેન્ક ઓફ ઇન્ડિયાનું એકાઉન્ટ ચેક કરતા બે દિવસમાં પંદર ટ્રાન્ઝેક્શન થયા હતા અને રૂ 46 લાખખ ટ્રાન્સફર થઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. સાયબર સેલે જે એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર છે તેની વિગતો માંગી તપાસ હાથ ધરી છે.

(6:16 pm IST)