Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વડોદરાના મકરપુરા વિસ્તારમાં માતાએ તંબાકુ ખાવાના પૈસા ન આપતા ઉશ્કેરાયેલ પુત્રએ માતાને ઢોરમાર મારતા અરેરાટી મચી જવા પામી

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં તંબાકુ ખાવા માટે પૈસા નહી આપનાર માતાને સગા પુત્રએ ગાળો બોલી માર માર્યો હતો.જે અંગે મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દંતેશ્વર ટેકરાવાળા ફળિયામાં રહેતા ઉર્મિલાબેન છોટેલાલ પરદેશીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પુત્ર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,મારા પતિનું અવસાન થયુ છે.અને મારા  ત્રણ પુત્રો સાથે રહુ છું.ગત તા.૨૮ મીએ હું મારા ઘરે હતી.ત્યારે મારા નાના પુત્ર અશ્વિને મારી પાસે તંબાકુ ખાવા માટે પૈસા માંગ્યા હતા.મારી  પાસે છુટા  પૈસા નથી.તેવું મેં જણાવ્યું હતુ.જેથી,મારો પુત્ર મારા  પર ઉશ્કેરાઇ ગયો હતો.અને મને ગાળો બોલી મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.મારા અન્ય બે  પુત્રોએ મને છોડાવી  હતી.અશ્વિને મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

(6:22 pm IST)