Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

અમદાવાદ જિલ્લામાં કોરોના રસીના બીજા ડોઝના લાભાર્થીઓ માટે ૧લી ઓગષ્ટે ખાસ ઝુંબેશ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :સરકાર દ્વારા કોવીડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે. તાજેતરમાં રાજ્ય કક્ષાએથી મળેલ સુચના અનુસાર તા-૦૧-૦૮-૨૦૨૧ને રવિવારના દિવસે ખાસ રસીકરણ ઝુંબેશ માત્ર બીજા ડોઝના લાભાર્થીઓ માટે રાખવાનું આયોજન કરવામાં આવેલ છે.આથી બીજા ડોઝના લાભાર્થીઓને આ ખાસ રસીકરણ ઝુંબેશનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ ઝુંબેશ માત્ર બીજા ડોઝ માટે હોઈ પ્રથમ ડોઝના કોઈ પણ લાભાર્થીઓએ ન જવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત અમદાવાદે અપીલ કરી છે.

 

(8:08 pm IST)