Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

નર્મદા જિલ્લાના સહકારી આગેવાન સુનિલ પટેલની કિસાન મોરચાના પ્રભારી તરીકે નિમણુંક થતાં આનંદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના ખેડૂત અને સહકારી અગ્રણીની પ્રદેશ ભાજપ તરફથી તાપી જિલ્લા કિશાન મોરચાના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે અને એ સાથેજ સહકારી ક્ષેત્ર માટે ની પ્રદેશ ભાજપની નવી નીતિનો અમલ થયો હોવાનું ભાજપ વર્તુળોમાં સંભળાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ તાજેતર માં જિલ્લા સહકારી બેન્ક ના ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા એવા ગુજકોમાસોલ ડિરેક્ટર સુનિલ પટેલ ની પ્રદેશ ભાજપ તરફ થી તાપી જિલ્લા ના કિશાન મોરચા ના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી છે,પક્ષ ના પાયા ના કાર્યકરો ને મહત્વ આપી સહકારી ક્ષેત્ર માં સત્તા મેળવવા કોંગ્રેસ કે બીટીપી જેવા પક્ષ ને સાથે રાખવા ની નીતિ સામે માત્ર ભાજપ કાર્યકરો જ સહકારી સંસ્થાઓનું સુકાન સંભાળે તેવી નીતિ સાથે પક્ષ ના પાયાના કાર્યકરો ને મહત્વ અપાશે જો એમ થશે તો નર્મદા જિલ્લા ભાજપ માં નવા સમીકરણો રચાશે તે નિશ્ચિત મનાય છે.

(11:53 pm IST)