Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

નિઘટ ગામ પાસે ટેમ્પોએ મોટરસાઇકલને સામેથી ટક્કર મારતા ચાલાકનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિઘટ ગામ પાસે તા.29 જુલાઈ એ બપોરે ત્રણ વાગે થયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર સાયદાભાઈ પૂનીયાભાઈ ડુગરા ભીલ એ આપેલી ફરીયાદ મુજબ આઈસર ટેમ્પો નંબર- GJ -16 AU-3440 નો ચાલક પોતાના કબજાનું વાહન પૂરઝડપે હંકારી લાવી નિઘટ ગામની રામેશ્વર હોટલ પાસે મુગરીયા પુનીયાભાઇ ડુંગરાભીલ (રહે.ધારસીમેલ, જીલ્લો છોટાઉદેપુર ) ની મોટર સાઈકલ નબર-GJ-26,AA 1834 સાથે સામેથી અકસ્માત કરી માથામાં ગંભીર ઈજા પોહચાડી સ્થળ ઉપર મોત નીપજાવી નાસી જતા ડેડીયાપાડા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(11:59 pm IST)