Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રાજપીપળા માં વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 29,સપ્ટેમ્બર "વિશ્વ હૃદય દિવસ' થીમ "Use Heart For Every Heart" નિમિત્તે એનસીડી સ્ક્રીનીંગ અને જન જાગૃતિ કાર્યક્રમ જિલ્લા હોસ્પિટલ ,આરોગ્ય  કેન્દ્રો, સબ સેન્ટર ખાતે કરવામાં આવ્યા જેમાં મોટા પ્રમાણ લોકોએ લાભ લીધો હતો ખુશી,કસરત, તંદુરસ્ત આહાર અને તણાવ મુક્ત જિંદગી તમારા હૃદય ને તંદુરસ્ત બનાવે છે ના સ્લોગન સાથે લોકો સ્વાસ્થ્યપ્રદ ખોરાક તેમજ રોજિંદા જીવનમાં કસરત, યોગાસન જેવી પ્રવૃત્તિ કરવા માટે લોકોને આરોગ્ય ટીમ દ્વારા સલાહ સુચન આપવામાં આવ્યા હતા.
આમતો સમગ્ર વિશ્વમાં હૃદય સબંધિત રોગો અંગે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ "વિશ્વ હૃદય દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે.WHOના સહયોગ થી 'વર્લ્ડ હાર્ટ ફેડરેશન' દ્વારા વર્ષ 2000 માં આ દિવસ ની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસ નો પ્રાથમિક ઉદ્દેશ્ય લોકોને હૃદય રોગ વિશે શિક્ષિત કરવાનો છે,જેથી તમાકુ નો ઉપયોગ,બિન આરોગ્યપ્રદ આહાર અને શારીરિક નિષ્ક્રિયતા જેવા જોખમી પરિબળો ને અંકુશ કરીને હૃદય રોગથી ઓછા માં ઓછા 80 ટકા મૃત્યુ અટકાવી શકાય.

(10:44 pm IST)