Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

પીએમ મોદીએ અમદાવાદના GMDC ગ્રાઉન્‍ડમાં આયોજિત ગરબા મહોત્‍સવમાં આપી હાજરી : માતાજીની આરતી ઉતારી

પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતે પણ માતાજીની આરતી કરી હતી

અમદાવાદ તા. ૩૦ : ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ તેમના પ્રવાસના પહેલા દિવસે સુરત, ભાવનગરમાં રોડ-શો અને સભા સંબોધિત કર્યા પછી અમદાવાદમાં નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં નેશનલ ગેમ્‍સનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તે પછી રાત્રે ૯.૩૦ કલાકે તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્‍ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગરબા મહોત્‍સવમાં પહોંચ્‍યા હતા. જયાં તેમણે માતાજીની આરતી ઉતારી હતી અને ગરબા નિહાળ્‍યા હતા.નવરાત્રીના ચોથા નોરતે પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત નવરાત્રિ મહોત્‍સવમાં પહોંચ્‍યા હતા. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ માતાજીની આરતી કરી હતી. પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતે પણ માતાજીની આરતી કરી હતી. આરતી બાદ પીએમ મોદીએ ગરબા નીહાળ્‍યા હતા. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે શ્રીયંત્ર આપીને પીએમ મોદીનું સ્‍વાગત કર્યું હતું. GMDC ગ્રાઉન્‍ડમાં પીએમ મોદીએ માતાજીની આરતી ઉતારી હતી. સાથે જ ખેલૈયાઓ પણ હાથમાં દીવા લઈને ઊભા રહ્યા હતા અને પીએમ મોદી સાથે ખેલૈયાઓએ પણ માતાજીની આરતી ઉતારી હતી. માતાજીની આરતી પૂરી થયા બાદ ગરબા શરૂ કરવામાં આવ્‍યા હતા. ત્‍યારે પીએમ મોદીએ સ્‍ટેજ પરથી ગરબા નીહાળ્‍યા હતા. પીએમ મોદી થોડો સમય GMDC ગ્રાઉન્‍ડમાં રોકાયા બાદ ત્‍યાંથી રવાના થયા હતા.

(12:19 pm IST)