Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

એમેઝોન ગ્રેટ ઈન્‍ડિયન ફેસ્‍ટિવલઃ ૩૬ કલાકમાં ગ્રાહકો અને વિક્રેતાઓની વિક્રમી સહભાગીતા

(કેતન ખત્રી), અમદાવાદઃ ગ્રેટ ઇન્‍ડિયન ફેસ્‍ટિવલના પ્રાઇમ અર્લી એકસેસ અને પ્રથમ દિવસ સાથે આ ફેસ્‍ટિવલની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. એમેઝોનડોટઈન  પર એક જ દિવસમાં સૌથી વધુ પ્રાઇમ સાઇન અપ નોંધાયા છે જેમાં ગત વર્ષની સરખામણીએ ટીઅર ૨ અને ૩ શહેરોમાંથી ૬૮ ટકા કરતાં વધારે નોંધાયા છે.

એમેઝોનના ઇન્‍ડિયા કન્‍ઝ્‍યુમર બિઝનેસના વાઇસ પ્રેસિડેન્‍ટ અને કન્‍ટ્રી મેનેજર મનિષ તિવારી એમેઝોન ગ્રેટ ઇન્‍ડિયન ફેસ્‍ટિવલની ઉત્‍સાહજનક શરૂઆત થઇ ગઇ છે અને ગ્રાહકો તેમજ વિક્રેતા ભાગીદારો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. તેનાથી નાના અને મધ્‍યમ વ્‍યવસાયો, સ્‍ટાર્ટઅપ, કારીગરો, મહિલા ઉદ્યોગસાહસિકોને સમગ્ર ભારતમાં અમારા ગ્રાહકો સમક્ષ પ્રોડકટ્‍સનું ખૂબ જ વ્‍યાપક કલેક્‍શન રજૂ કરવાનું પ્રોત્‍સાહન મળી રહ્યું હોવાનું જણાવેલ.

(12:43 pm IST)