Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વડોદરા:જેલ કર્મચારીની પુત્રી 16 દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં ઘરેથી ગુમ થતા અપહરણની ફરિયાદ દાખલ

વડોદરા:જેલ  કર્મચારીની પુત્રી ૧૬ દિવસ પહેલા ઘરેથી  રહસ્યમય સંજોગોમાં ગૂમ થતા તેના અપહરણની ફરિયાદ  પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

જેલ કર્મચારીની ૧૫ વર્ષની પુત્રીએ ધો.૮ સુધી અભ્યાસ કર્યા પછી ઘરકામ કરે છે.ગત તા.૧૨ મી એ રાતે અગિયાર વાગ્યે માતા અને બે દીકરીઓ રાતે સૂઇ ગયા હતા.મળસ્કે ચાર વાગ્યે રોજની જેમ મોટી દીકરી ઉઠીને વાસણ અને કપડા ધોવા માટે  ગઇ હતી.માતા બીમાર હોવાથી છેલ્લા કેટલાક સમયથી મોટી દીકરી જ ઘરનું બધું કામ કરે છે.કપડા ધોઇને તે નીચે સૂકવવા માટે ગઇ હતી.એક કલાક સુધી તે પરત નહી આવતા મોબાઇલ પર કોલ કરતા મોબાઇલ બંધ આવતો હતો.માતાએ નાની દીકરીને તપાસ કરવા માટે મોકલી હતી.પરંતુ, મોટી દીકરી મળી આવી નહતી.સગા સંબંધીઓના ઘરે તપાસ કરવા છતાંય તે મળી આવી નહતી.પતિની સરકારી નોકરી  હોવાથી તથા સમાજમાં બદનામીના ડરથી તે સમયે તેઓએ પોલીસને જાણ કરી નહતી.પરંતુ, ૧૫ દિવસ સુધી કોઇ ભાળ નહી મળતા છેવટે પોલીસમાં જાણ કરી હતી.૧૫ વર્ષની કિશોરી ઘર છોડીને ગઇ ત્યારે તેણે ક્રીમ તથા વાદળી કલરની સાડી પહેરી હતી.જે અંગે  પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(5:36 pm IST)