Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

બોડેલી:નસવાડી તાલુકામાં જમીનની બાબતે કાકાની હત્યા કરનાર ભત્રીજાને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

બોડેલી: નસવાડી તાલુકાના છકતરઉમરવા ગામે જમીનની બાબતે કાકાની હત્યા કરનાર ભત્રીજાને બોડેલી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને ૧૦હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ તા.૧૩/૦૯/૨૦૧૯ના રોજ ભગુભાઈ નોયરાભાઈ રાઠવાને તેમના કુટુંબીઓ સાથે દાદાની એક એકર વણવહેંચાયેલી જમીન અંગેનો વિવાદ ચાલતો હતો. આ જમીનના વિવાદમાં ભગુભાઈ રાઠવાની વદેસિંગે પથ્થરો મારી હત્યા કરી હતી. આ બનાવ અંગે નસવાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બોડેલી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

હત્યાનો કેસ કોર્ટમાં ચાલી જતા તેમજ  સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ જે.ટી.શાહે આરોપી વદેસિંગ રાઠવાને આજીવન કેદની સજા અને ૧૦ હજાર રૃપિયાના દંડનો હુકમ કર્યો હતો.

(5:36 pm IST)