Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વડોદરાના આજવારોડ વિસ્તારમાં 8 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર ધો.12ના વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: આજવા રોડ પર રહેતા અને ધો.૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ૮ વર્ષના બાળકને સ્કૂટર પર બેસાડી જઇ અંધારામાં લઇ જઇ સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કર્યુ હતું.જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી ઘર છોડીને ભાગી  ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવારોડ સરદાર એસ્ટેટ વિસ્તારમાં દુકાન ચલાવતી મહિલાને દુકાનનો સામાન લાવવાનો હતો.મહિલા  દુકાને એકલી હોવાથી તેણે દુકાને આવતા એક યુવકને કહ્યું હતું.આ યુવકે જ્યાંથી સામાન લાવવાનો હતો.તે દુકાન જોઇ નહતી.જેથી, તેણે મહિલાના પુત્રને સાથે મોકલવા કહ્યું હતું.મહિલાએ પોતાના આઠ વર્ષના બાળકને આરોપી સાથે સ્કૂટર  પર મોકલ્યો હતો.સામાન લઇને પરત આવ્યા પછી પુત્ર રડતો હતો.માતાએ પુત્રને  રડવાનું કારણ પૂછતા તેણે જણાવ્યું હતું કે,મને સ્કૂટર પર લઇ ગયા પછી અંધારામાં સ્કૂટર ઉભું રાખીને તમાચા મારી સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કર્યુ હતું.જેથી,પુત્રને લઇને મહિલા આરોપીના ઘરે ગઇ હતી.અને ઠપકો આપ્યો હતો.પરંતુ,આરોપીએ મહિલાને ધમકી આપી હતી.આ અંગે મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(5:36 pm IST)