Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

રિક્ષાચાલક ભાજપની સભામાં: આપ એ કહ્યું -એ વ્યક્તિ આપનો કાર્યકર અને પ્લાનિંગથી બોલાવાયો હોવાના આક્ષેપ જુઠા પુરવાર

-- પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કહ્યું -આજે તે વ્યક્તિએ પોતે સ્વીકારી છે કે એમણે નિર્દોષ ભાવે અરવિંદ કેજરીવાલને આવકાર્યા હતા અને કેજરીવાલ ભાવનાવશ થઈ તે રીક્ષા ચાલકના ઘરે ગયા હતા.

અમદાવાદ : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે અમદાવાદમાં એક ઓટોરિક્ષા ડ્રાઈવરના ઘરે રાત્રે ભોઅજન કર્યું હતું. પણ હવે એ જ ઓટોરિક્ષા ડ્રાઈવર અમદવાદમાં ભાજપનો ખેસ પહેરી પીએમ મોદીની સભામાં દેખાયો હતો, જેના ફોટો પણ વાયરલ થયા છે. આ અંગે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે, તો સાથે આમ આદમી પાર્ટીએ પણ આ મુદ્દે ખુલીને પ્રતિક્રિયા આપી છે. 

  આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં એક રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા. એ રીક્ષા ચાલક આજે મહાભ્રષ્ટ ભાજપનો ખેસ પહેરી મહાભ્રષ્ટ ભાજપની સભામાં ગયા છે. એક વાત આજે સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે કે તે દિવસે જે પ્રમાણેના આરોપો લગાવવામાં આવતા હતા કે આ વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, આ વ્યક્તિને પહેલાથી જ પ્લાનિંગ કરીને બોલાવવામાં આવેલ છે, તે વસ્તુને આજે તે વ્યક્તિએ પોતે સ્વીકારી છે કે એમણે નિર્દોષ ભાવે અરવિંદ કેજરીવાલને આવકાર્યા હતા અને અરવિંદ કેજરીવાલ ભાવનાવશ થઈ તે રીક્ષા ચાલકના ઘરે ગયા હતા. 

   તેમણે પ્રહાર કરતા કહ્યું કે ભાજપ કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીને નીચું દેખાડવા અને આમ આદમી પાર્ટીની જે લોકચાહના છે એણે ઘટાડવા માટે ખૂબ પ્રયાસો કરી રહી છે.  સુરતમાં નીચી કક્ષાની ધમકીઓ તેમના પોતાના કામદારોને આપી હતી અને તે ધમકી આપનાર વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષએ પોતાની પાર્ટીમાં સન્માન કરીને જોડ્યા હતા

    જે રીક્ષાચાલક આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા તેમને ધાક ધમકી આપીને કે ફોસલાવીને અત્યારે તોડવાની કોશિશ કરી રહ્યા છે. જે ભાજપ રીક્ષાચાલકો સામાન્ય માણસો અને નાના માણસોને બોલાવતી પણ નથી, તે રીક્ષાચાલકને શોધીને તેના ઘરે જઈને ભાજપની સભામાં લઈ આવવાની તસ્દી લીધી. આ એટલા માટે થયું કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહી છે અને આમ આદમી પાર્ટીથી ભાજપને ડર લાગે છે. ગુજરાતની જનતા આ વાતની ચોક્કસ નોંધ લેશે અને આવનારી ચૂંટણીમાં ભાજપને તેની ઓકાત બતાવવાનું કામ કરશે

(8:28 pm IST)