Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

અંબાજીમાં પીએમ મોદીએ મા અંબાના લીધા આશીર્વાદ : ગબ્બર પહોંચી મહાઆરતી કરી

અંબાજી મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે.પીએમ મોદીના હસ્તે બનાસકાંઠામાં રૂ. 6909 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. હાલ તેઓ બનાસકાંઠામાં કરોડોના વિકાસકાર્યોની ભેટ આ આપ્યા બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈ મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. અંબાજી મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી  મોદી આજે અંબાજી શક્તિપીઠ ધામમાં પૂજા-અર્ચના કરી. આજે સાંજે પ્રધાનમંત્રી મોદી અંબાજી મંદિરમાં કપૂર આરતી કરી હતી. ત્યારબાદ ગબ્બર પહોંચી મહાઆરતી કરી હતી.

(9:48 pm IST)